ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકા મળી અંદાજીત રૂ.16 કરોડથી વધુના ખર્ચે વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં મહુવા
Foundation stones laid and


સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકા મળી અંદાજીત રૂ.16 કરોડથી વધુના ખર્ચે વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં મહુવા અને અંબિકા તાલુકાના કુકણા, ડુંગરી, વાંસકુઈ, ઉમરા, કુમકોતર, લસણપુર, ગાંગડીયા અને વહેવલ સહિતના વિસ્તારોના 21 જેટલા રોડ રસ્તાઓના કાર્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ વિકાસકીય પ્રોજેક્ટ્સથી સ્થાનિક ગ્રામીણ રસ્તાઓની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ માર્ગો બનવાથી સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોને પોતાના દૈનિક પરિવહનમાં ખૂબ જ સરળતા રહેશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને પણ બળ મળશે.

આ પ્રસંગે અંબિકા તા.પંચાયત પ્રમુખ શિલ્પા પટેલ, મહુવા તા.પંચાયત પ્રમુખ દેવેન્દ્ર પટેલ તેમજ સુરત જિ.પંચાયત સદસ્ય હર્ષદ પટેલ, હિનાબેન પટેલ, રમિલાબેન પટેલ અને હેમંતભાઈ પટેલ સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande