
જુનાગઢ 12 ઓક્ટોબર (હિ.સ.)
પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને સરળતાથી વીજસેવા મળી રહે અને વીજસંબંધિત પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તે હેતુથી જૂનાગઢ ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓના ફોન અને મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
પીજીવીસીએલના ‘સતત સેવા થકી ગ્રાહકોને સંતોષ’ના ધ્યેયને અનુરૂપ, વીજ ગ્રાહકો પોતાની વીજસંબંધિત ફરિયાદો અને પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને જરૂરી માર્ગદર્શન મેળવવામાં અને વીજસંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે સરળતા રહેશે.
વીજ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે પીજીવીસીએલનો ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ તથા વોટ્સએપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ ચોવીસ કલાક કાર્યરત છે.
જૂનાગઢ ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓના સંપર્ક જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ
જૂનાગઢ ગ્રામ્યના ફોન નંબર ૦૨૮૫-૨૬૬૧૦૯૪-મો. નંબર ૯૬૮૭૬૩૩૭૫૦, બિલખાના ફોન નં. ૦૨૮૫-૨૬૮૩૧૬૦-મો. ૯૬૮૭૬૩૩૭૫૧,
ભેંસાણના ફોન નં. ૦૨૮૭૩-૨૫૩૩૨૯ -મો. ૯૬૮૭૬૩૩૭૫૨, વિસાવદર-૧ના ફોન નંબર ૦૨૮૭૩-૨૨૨૧૦૮- મો.૯૬૮૭૬૩૩૭૫૪, વિસાવદર-૨ના ફોન નંબર ૦૨૮૭૩-૨૨૨૧૦૮- મો ૯૬૮૭૬૩૩૭૫૭, મોટા કોટડાના ફોન નં. ૦૨૮૭૩-૨૪૮૨૦૦ - મો. ૯૨૧૩૦૧૦૧૭૬ પર વીજ ફોલ્ટ લખાવી શકાશે.
પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને વીજસંબંધિત કોઈપણ પ્રશ્ન કે ફરિયાદના નિરાકરણ માટે સંબંધિત પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા અથવા ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ અને વોટ્સએપ નંબર ૯૭૧૨૦૧૯૧૨૨નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગીય કચેરી-૧ જૂનાગઢની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ