માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે અધિકારીઓ મેદાનમાં: એએસપી, ડીવાયએસપી અને મદદનીશ કલેક્ટરે રાત્રે કર્યું ફૂટ પેટ્રોલિંગ
ભીડભાડવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા, પદયાત્રીઓની સલામતી માટે જરૂરી સૂચનાઓ અપાઈ કચ્છ, 12 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્
માતાનામઢ ખાતે ફૂટ પેટ્રોલિંગ


માતાનામઢ ખાતે ફૂટ પેટ્રોલિંગ


માતાનામઢ ખાતે ફૂટ પેટ્રોલિંગ


ભીડભાડવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા, પદયાત્રીઓની સલામતી માટે જરૂરી સૂચનાઓ અપાઈ

કચ્છ, 12 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન માતાના મઢ ખાતે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પદયાત્રીઓની અવરજવર સાથે વાહનોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ જ કામગીરીના ભાગરૂપે અધિકારીઓએ રાત્રિના સમયે જાતે માર્ગ પર ઉતરીને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

માતાના મઢ તરફ જતા માર્ગ પર મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ, એએસપી ગૌતમ વિવેકાનંદન અને ડીવાયએસપી મનિષા દેસાઈની સંયુક્ત ટીમ દ્વારા રાત્રે પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ માર્ગ પર ચાલીને સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પદયાત્રીઓ તથા વાહનચાલકોની અવરજવરમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે વિવિધ સ્થળોની તપાસ કરી હતી.

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિકના પ્રવાહમાં અવરોધ ઊભો કરતા પોઇન્ટ્સ, ભીડભાડવાળા વિસ્તારો અને માર્ગ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં અવરજવરમાં અડચણો જોવા મળી હતી ત્યાં જરૂરી અવરોધો દૂર કરાવી માર્ગને વધુ સુગમ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ ટ્રાફિક નિયમન, વાહનોની અવરજવર અને પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના મઢ ખાતે દર્શન માટે પહોંચતા હોવાથી માર્ગ સલામતીનું વિશેષ મહત્ત્વ રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે પદયાત્રીઓ અને વાહનો એક જ માર્ગ પર અવરજવર કરતા હોય ત્યારે સાવચેતી અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન અનિવાર્ય બને છે.

અધિકારીઓ દ્વારા જાતે માર્ગ પર ઉતરીને કરવામાં આવેલા આ નિરીક્ષણનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ બને તે સુનિશ્ચિત કરવાનો હતો. વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત દેખરેખથી માતાના મઢ જતા માર્ગ પર વ્યવસ્થા જાળવવા અને સંભવિત મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande