દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ : રાજનાથ સિંહ
લખનૌ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ. સ.). ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. પોતાના લખનૌ પ્રવાસના બીજા દિવસે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમ
લખનૌ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહનું સ્વાગત કરતા બ્રિજેશ પાઠક


લખનૌ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ. સ.). ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. પોતાના લખનૌ પ્રવાસના બીજા દિવસે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, આજે ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધી છે અને આ (વિપક્ષ) વોટ ચોરીના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આત્મમંથન કરવું જોઈએ.

સિંહે કહ્યું કે, કોંગ્રેસે મોટા-મોટા અપરાધ કર્યા છે. કોંગ્રેસના ઇતિહાસમાં ઘણા કાળા અધ્યાય જોડાયેલા છે. શીખોનો નરસંહાર થયો. વોટ ચોરીને બોમ્બ કહી રહ્યા હતા. તે દિવાળીનો ફટાકડો પણ નહોતો. આ લોકો બાંગ્લાદેશની ઢબે સત્તા પરિવર્તન ઇચ્છે છે. તેમની લડાઈ એસઆઈઆર માટે નથી. આ ફક્ત સત્તા હાંસલ કરવાના પ્રયાસમાં લાગેલા છે. એક ચૂંટણી કમિશનર બે વાર મંત્રી બન્યા. રાજનાથ સિંહે કહ્યું કે, 1993 પહેલાં વોટર આઈડી કાર્ડ નહોતું. વોટર આઈડી કાર્ડ બન્યા પછી તેમના માટે બહુમતી દૂર થઈ ગઈ. કોંગ્રેસ ત્યારથી બહુમતીથી સત્તામાં આવી નથી. હવે આ લોકો તથાકથિત વોટ ચોરીના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો ડંકાની ચોટ પર ભારતની સરકારને પાડવા માંગે છે. આ અરાજકતા છે.

હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande