ઉપરાષ્ટ્રપતિએ સ્વાતંત્ર્ય સેનાની વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, ઉપરાષ્ટ્રપતિ ભવનમાં શુક્રવારે સ્વાતંત્ર્ય સેનાની વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનની પુણ્યતિથિના અવસરે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું, વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનએ, બ્ર
સ્વાતંત્ર્ય સેનાની વીરાપાંડ્યા કટ્ટાબોમ્મન ને શ્રધાંજલિ અર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, ઉપરાષ્ટ્રપતિ ભવનમાં શુક્રવારે સ્વાતંત્ર્ય સેનાની વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનની પુણ્યતિથિના અવસરે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ઉપરાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું, વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનએ, બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને નિર્ભયપણે તેનો વિરોધ કર્યો. તેમની વીરતા, બલિદાન અને પોતાની સાર્વભૌમત્વની રક્ષા પ્રત્યેના તેમના અડગ સંકલ્પે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક અમીટ છાપ છોડી છે. ગુલામીની બેડીઓને ઠુકરાવનારા અને દેશભક્તિના જુસ્સા તથા દ્રઢ સંકલ્પ સાથે પોતાના અધિકારોની રક્ષા માટે લડનારા વીરાપાંડ્યા કટ્ટાબોમ્મનનું વીરતાપૂર્ણ જીવન, આવનારી પેઢીઓ સુધી લોકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

ઉલ્લેખનીય છે કે, વીરાપાંડ્યા કટ્ટાબોમ્મન તમિલનાડુના થૂથુકુડી જિલ્લા (તત્કાલીન તિરુનેલવેલી ક્ષેત્ર)ના પંચાલંકુરિચીના એક પલાયકરર અથવા પોલીગર હતા. તેમને પંચાલંકુરિચી પલાયમના કટ્ટાબોમ્મન નાયક તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande