
નવી દિલ્હી, 16 ઑક્ટોબર (હિ.સ.). સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) એ, દિલ્હીના કનૉટ પ્લેસમાં આજે કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના યોજાનારા પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, આ મામલે દિલ્હી ઉચ્ચ અદાલત (હાઈ કોર્ટ) પહેલાથી જ આદેશ આપી ચૂકી છે.
વકીલ અનંત દેહાદરાયે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ રજૂઆત કરતા સીજેપીના પ્રદર્શન પર રોક લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ પ્રદર્શનથી દુકાનદારોને ઘણું નુકસાન થશે. ત્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આશા છે કે બધા લોકો સમજદારીથી કામ લેશે. નાની દુકાનો ચલાવનારા લોકો આ દિવસોમાં પોતાની રોજીરોટી કમાય છે. સર્વોચ્ચ અદાલત જાણે છે કે, આવા સંજોગોમાં આખા પરિવારોને કેટલી પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
રજૂઆત દરમિયાન ન્યાયાધીશ જૉયમાલ્ય બાગચીએ કહ્યું કે, કોઈને પ્રદર્શન કરવું છે, કોઈને મગફળી વેચવી છે અને કોઈને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવી છે. આ બધી વાતો એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, જો આ કારણોસર કારોબારને નુકસાન થાય છે, તો સર્વોચ્ચ અદાલત પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરશે. હાલમાં, પહેલાં એ જોવું પડશે કે આગળ શું સ્થિતિ બને છે.સર્વોચ્ચ અદાલતનો સીજેપીના આજના પ્રદર્શન પર રોક લગાવવાનો ઇનકાર
હિન્દુસ્થાન સમાચાર /સંજય કુમાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ