કિશ્તવાડમાં ગુમ થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) બશીર અહેમદ ઘર નજીક મૃત હાલતમાં મળી આવ્યા, સર્વિસ રાઇફલ પણ મળી આવી
કિશ્તવાડ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુમ થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) બશીર અહેમદ, આજે સવારે તેમના ઘર નજીક મૃત હાલતમાં મળી આવ્યા. આ દરમિયાન તેમની સર્વિસ રાઇફલ એસએલઆર મળી આવી છે. અધિકારીઓએ તેની પુષ્ટિ કરી
સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) બશીર અહેમદ


કિશ્તવાડ, નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુમ થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) બશીર અહેમદ, આજે સવારે તેમના ઘર નજીક મૃત હાલતમાં મળી આવ્યા. આ દરમિયાન તેમની સર્વિસ રાઇફલ એસએલઆર મળી આવી છે. અધિકારીઓએ તેની પુષ્ટિ કરી.

તેમણે જણાવ્યું કે, 55 વર્ષીય બશીર અહેમદ તેમની સર્વિસ રાઇફલ અને એક મેગેઝિન સાથે ગુરુવાર રાત્રે ગુમ થઈ ગયા હતા. વનીપોરા ત્રિગામના મૂસાધરના પુત્ર બશીર 2025 થી પેદિલ પોસ્ટ પર તૈનાત હતા.

પોલીસ અને સુરક્ષા દળોએ તેમના ગુમ થવાની જાણ થયા બાદ મોટા પાયે શોધ અભિયાન શરૂ કર્યું. અધિકારીઓ અનુસાર, તેઓ સવારે લગભગ 7 વાગ્યે તેમની ડ્યુટી પોસ્ટ પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. ઘણો સમય વીતી ગયા પછી પણ જ્યારે તેઓ ઘરે ન પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યોની ચિંતા વધી ગઈ. બશીર અહેમદની પત્નીએ જણાવ્યું કે, જ્યારે તેઓ નિર્ધારિત સમયે ઘરે પાછા ન ફર્યા ત્યારે તેઓ ગભરાઈને પોલીસ પોસ્ટ પર પહોંચ્યા અને તેની જાણ કરી. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande