



પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.)સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ચાલી રહેલા 45મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના છઠ્ઠા
નોરતે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન સાથે શ્રીહરિમંદિરમાં શ્રી કરુણામયી માતાજીનો
જળ-પુષ્પાભિષેક મનોરથ સંપન્ન થયો હતો.દૈનિક ગ્રંથપૂજા અને ઋષિકુમારોના
વેદપાઠ બાદ ભાઈશ્રીએ શ્રીરામચરિત માનસના
અયોધ્યા કાંડનુંમહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે
જણાવ્યું હતું કેશ્રી રામ-ભરત મિલાપ રામાયણનો અત્યંત
મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. શ્રીમદ્ ભાગવતના દશમ
સ્કંધમાં રાસલીલાનું જે
સ્થાન છે, તેવું જ વિશિષ્ટ સ્થાન શ્રીરામચરિતમાનસના અયોધ્યા કાંડમાં શ્રીરામ અને
ભરતજીના મિલાપનું છે. આ પ્રસંગ આત્મા અને
પરમાત્માના મિલન સાથે મર્યાદા, પ્રેમ અને સમર્પણનો સંદેશ આપે છે. છઠ્ઠા નોરતે સાંજની આરતી બાદ
શ્રીહરિ મંદિરમાં કરુણામયી માતાજીનો શાસ્ત્રોક્ત વિધિથી
અભિષેક કરવામાં આવ્યો હતો. મનોરથી વિજય
તાપડિયાના પરિવાર દ્વારા પંચામૃત, કેસરમિશ્રિત જળ, વિવિધ ફળોના રસ અને સુગંધિત પુષ્પોથી
મંત્રોચ્ચાર તથા ભજન-કીર્તન વચ્ચે અભિષેક સંપન્ન થયો
હતો.ત્યારબાદ ભાઈશ્રી અને મનોરથી પરિવારે
આરતી કરી હતી. ભક્તોએ મંદિર ખાતે તેમજ sandipani.tvના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.અનુષ્ઠાન, ભક્તમાલ કથા અને વિવિધ ધાર્મિક મનોરથોમાં ભાગ લેવા પોરબંદર તથા
આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો
આવી રહ્યા છે. ભાવિકો માટે વિશાળ ડોમમાં ભોજન પ્રસાદનીવ્યવસ્થા પણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya