રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બન્ને કેટેગરીમાં ભરૂચના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું
રાજ્યકક્ષાએ ઝળકેલા બે હોનહાર વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ સમાજમાં જાગૃતિ લાવવા અને વિચારોથી નવી દિશા આપવા ભરૂચના યુવાનોનો વિજય ડંકો એક જ ભરૂચ, બમણું ગૌરવ બે વિવિધ સ્પર્ધા ક્ષેત્રોમાં પ્રથમ ક્રમાંક મેળવી વિજેતાઓએ જિલ્લાનું નામ
રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બન્ને કેટેગરીમાં ભરૂચના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું


રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બન્ને કેટેગરીમાં ભરૂચના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું


રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બન્ને કેટેગરીમાં ભરૂચના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું


રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બન્ને કેટેગરીમાં ભરૂચના વિધાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું


રાજ્યકક્ષાએ ઝળકેલા બે હોનહાર વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ

સમાજમાં જાગૃતિ લાવવા અને વિચારોથી નવી દિશા આપવા ભરૂચના યુવાનોનો વિજય ડંકો

એક જ ભરૂચ, બમણું ગૌરવ બે વિવિધ સ્પર્ધા ક્ષેત્રોમાં પ્રથમ ક્રમાંક મેળવી વિજેતાઓએ જિલ્લાનું નામ રોશન કર્યું

ભરૂચ 17 ઓક્ટોબર (હિ.સ.)

ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી વિજેતાઓએ તેમની અસાધારણ ક્ષમતા અને સખત મહેનતના બળે વકૃત્વ સ્પર્ધામાં બે અલગ-અલગ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. આ ભવ્ય સફળતાથી આજે ભરૂચ જિલ્લાવાસીઓ ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે, જ્યારે આગામી સમયમાં આ વિજેતાઓની સફળતાથી સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતનું ગૌરવ, ભરૂચનું અભિમાન. રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા બે વિધાર્થીઓ. શબ્દોની શક્તિ, વિચારોની સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાના અદભુત સમન્વયથી રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બંને તેજસ્વી તારલાઓનું બહુમાન થઈ રહ્યું છે.જેમાં પટેલ હિમાની તુષારભાઈ પટેલ ધોરણ 11, કેજીએમ વિદ્યાલય, ભરૂચ અને રાહિલ રફીકશા દિવાન ધોરણ 6, પ્રાથમિક શાળા, દોરા, તાલુકો આમોદ.આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધામાં પોતાની વાણી, વિચારશક્તિ અને અસાધારણ પ્રતિભાનો પરિચય આપીને બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સૌનું હૃદય ગૌરવથી ભરી દીધું છે.

આ સફળતા માત્ર બે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તેમનાં માતા-પિતા, શિક્ષકો, શાળાઓ અને સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. બાળકોની આ સફળતા પાછળ તેમનો અવિરત પરિશ્રમ, શિક્ષકોનું સમર્પણ અને વાલીઓના આશીર્વાદ રહેલા છે.આ બંને નાનકડાં પ્રતિભાશાળી હીરાઓ જીવનમાં આવી જ રીતે પ્રગતિનાં શિખરો સર કરતાં રહે, તેમની વાણી સમાજમાં જાગૃતિ લાવે, તેમના વિચારો નવી પેઢીને પ્રેરણા આપે અને તેમનું નામ રોશન થતું તેવી શુભકામનાઓ.

સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવા અને તેમના પ્રેરણાદાયી વિચારોથી નવી પેઢીને એક નવી દિશા આપવા બદલ બંને વિજેતાઓની પ્રશંસા થઈ રહી છે. તેમના ઉમદા વિચારોથી સમાજમાં નવો ઉત્સાહ સર્જાશે. ભરૂચની આ સિદ્ધિ બદલ બંને હોનહાર વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક આભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

બે કેટેગરી બે પ્રથમ સ્થાન અને એક જ ગૌરવશાળી પ્રતિભાશાળી ભરૂચ .આજે જે સિદ્ધિથી ભરૂચ ગૌરવ અનુભવી રહ્યું છે, આવતીકાલે આ જ સફળતાથી આખું ગુજરાત ગૌરવ અનુભવશે.સમાજમાં નવી જાગૃતિ લાવવા, પોતાના વિચારોથી નવી પેઢીને પ્રેરણા આપવા અને ભરૂચનું નામ રોશન રાખવા બદલ બંને વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande