જામનગરમાં દુષ્કર્મ કેસમાં પંચમહાલના ડ્રાઇવરને 10 વર્ષની સખત કેદ: રૂ. 25 હજારનો દંડ
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની પોક્સો અદાલતે ૨૦૨૪ના ચર્ચિત દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે પંચમહાલના ડ્રાઇવિંગ કામ સાથે સંકળાયેલા આરોપી ધર્મેશ નાયકને બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત
ચુકાદો


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની પોક્સો અદાલતે ૨૦૨૪ના ચર્ચિત દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે પંચમહાલના ડ્રાઇવિંગ કામ સાથે સંકળાયેલા આરોપી ધર્મેશ નાયકને બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂ. ૨૫ હજારનો દંડ અને પીડિતાને સરકારી યોજના હેઠળ ૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો અદાલતે હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, જામનગર જિલ્લામાં માર્ચ ૨૦૨૪માં એક બાળાનું બદકામના ઇરાદે અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ અનુસાર ભોગ બનનાર બાળાની ઉંમર ઘટના સમયે ૧૩ વર્ષ અને ત્રણ માસ જેટલી દર્શાવવામાં આવી હતી. આ મામલે પોલીસ તપાસ દરમિયાન એપ્રિલ ૨૦૨૪માં બાળા મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસે તપાસના અંતે પંચમહાલ જિલ્લાના ધીરજ ઉર્ફે ધર્મેશ નાયક નામના ડ્રાઇવર સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસની સંપૂર્ણ સુનાવણી જામનગરની પોક્સો અદાલતમાં ચાલી હતી, જ્યાં બંને પક્ષો દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી.

અદાલતમાં સુનાવણી દરમિયાન ભોગ બનનારની ઉંમર કાયદેસર રીતે સાબિત ન થઈ શકતાં આરોપીને પોક્સો હેઠળ શંકાનો લાભ મળ્યો હતો. જોકે, બળાત્કારનો ગુનો પુરવાર થતાં કોર્ટે આરોપીને સજા ફટકારી હતી. આ સાથે અદાલતે ઉંમર સાબિત ન થવાના મુદ્દે ગંભીર નોંધ લઈ આગળના વિભાગને કાર્યવાહી કરવા હુકમ પણ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande