
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના જુબેલી વિસ્તારમાં હાથી કેમિકલની દીવાલ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઉદ્યોગનગર પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 16,200 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડકોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક હરિભાઈને મળેલી બાતમીના આધારે જુબેલી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમ્યાન સ્થળ પરથી જુગાર રમતા પ્રકાશ વિરજીભાઈ મકવાણા (45), અજય બાબુભાઈ મકવાણા (34), ગોરધન રમેશભાઈ
સોલંકી (34) અને આકાશ દેવશીભાઈ સોલંકી (40) મળી આવતાં તેમની સામે જુગારધારા મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya