
ગીર સોમનાથ 17 ઓક્ટોબર (હિ.સ.)
બાગાયત ખાતા દ્વારા વર્ષ : ૨૦૨૬ – ૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો જેવા કે, (૧) બહુસ્તરીય પધ્ધતીથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ(તમામ જાતિના ખેડૂતો માટે), (૨) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે) તથા (૩) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (ફકત અનુસુચિત જાતિના ખેડૂતો માટે) જેવી યોજનાઓ માટે આઇ - ખેડૂત પોર્ટલ ૨.૦ તા: ૧૬/૧૦/૨૦૨૬થી તા.૩૦/૧૦/૨૦૨૬ સુધી ખૂલ્લુ મુકવામાં આવ્યું છે.તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષ: ૨૦૨૬-૨૭ થી નવીન આઇ - ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલાઇન અરજી કરી શકશે.
અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે એમ બાગાયતવિભાગની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ