જામનગર: પૂર્વ ડે.મેયર તપન પરમારનું બાઇક સળગાવનાર આરોપી ઝડપાયો, લોન ન મળવાની અદાવતમાં કૃત્ય
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સતવારા સમાજના ટ્રસ્ટી તપનભાઈ પરમારની પાર્ક કરેલી બાઇકને આગ ચાંપી નુકસાન પહોંચાડવાના ચકચારી કેસમાં પોલીસે ગુલાબનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. સમાજમાંથી રૂ. 40 લાખની લોન અપ
બાઈક સળગાવનાર આરોપીની ધરપકડ


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સતવારા સમાજના ટ્રસ્ટી તપનભાઈ પરમારની પાર્ક કરેલી બાઇકને આગ ચાંપી નુકસાન પહોંચાડવાના ચકચારી કેસમાં પોલીસે ગુલાબનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. સમાજમાંથી રૂ. 40 લાખની લોન અપાવવાની માંગણી ન સંતોષાતા આવેલી અદાવતમાં આ ગુનો આચરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ફરિયાદ મુજબ, ગુલાબનગર પોસ્ટ ઓફિસ સામે રહેતા આરોપી મેહુલ ડોલરભાઈ પરમારે 15 દિવસ અગાઉ તપનભાઈ પાસે લોનની માંગણી કરી હતી. પરંતુ, લોન આપવાની ના પાડતા આરોપીએ અગાઉ ધમકી આપી હતી અને ગત તા. 15ની રાત્રે તેમના ઘરે પાર્ક કરેલી બાઇક પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ આગની ઘટનામાં બાઇકને રૂ. 15 હજારનું નુકસાન થયું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ટેકનિકલ તપાસ કરી આરોપી મેહુલ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande