જૂનાગઢ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના ૫૮૬૨ વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ સુધીની આર્થિક સહાયનો સીધો લાભ મળશે
જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ કેળવવા અને વધુમાં વધુ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા ''નમો સરસ્વતી યોજના'' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુમાર અને
જૂનાગઢ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના ૫૮૬૨ વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ સુધીની આર્થિક સહાયનો સીધો લાભ મળશે


જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) પ્રત્યે વિદ્યાર્થીઓમાં અભિરુચિ કેળવવા અને વધુમાં વધુ પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા 'નમો સરસ્વતી યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુમાર અને કન્યા તમામ પાત્ર વિદ્યાર્થીઓને આર્થિક સહાયનો સીધો લાભ મળવાપાત્ર બને છે. જેમાં વર્ષ ૨૦૨૬-૨૭માં જૂનાગઢ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના ૫૮૬૨ વિદ્યાર્થીઓ રૂ. ૨૫,૦૦૦ સુધીની આર્થિક સહાયનો સીધો લાભ મળશે.

આ સંદર્ભે વિગતો આપતા શિક્ષણ નિરીક્ષક રણવીરસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નમો સરસ્વતી યોજના એ રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ માં સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી આર્થિક સહાય યોજના છે. આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ દરમિયાન કુમાર અને કન્યા તમામ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨૫,૦૦૦ ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ સહાયની જોગવાઈ મુજબ, શૈક્ષણિક વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રૂ. ૧,૦૦૦ લેખે ધોરણ ૧૧ માં રૂ. ૧૦,૦૦૦ અને ધોરણ ૧૨ માં રૂ. ૧૦,૦૦૦ આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ ૧૨ સાયન્સ પૂર્ણ કરવા પર બાકીના રૂ. ૫,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. સહાયની આ રકમ મેળવવા માટે વિદ્યાર્થીની દર મહિને ઓછામાં ઓછી ૮૦ ટકા હાજરી હોવી અનિવાર્ય છે અને આ રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા વિદ્યાર્થીની માતાના આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ કન્યા વિદ્યાર્થીની સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતી હોય, તો તેને 'નમો સરસ્વતી યોજના' ની સાથે 'નમો લક્ષ્મી યોજના' નો પણ બેવડો લાભ મળી શકે છે. રાજ્ય સરકારના આ સરાહનીય પગલાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવવામાં મોટો આર્થિક ટેકો મળે છે, જેથી તેઓ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande