દિવ્યાંગ અને મંદબુદ્ધિના બાળકો માટે ‘ઉમંગ ઉત્સવ’માં પ્રતિભા દર્શાવવાની તક : તા. ૩૦ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી
જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) દિવ્યાંગ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા તેમજ સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા સહિત રાજ્યની પરંપરાગત કળાના અમૂલ્ય વારસાથી તેમને પરિચિત અને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવ
દિવ્યાંગ અને મંદબુદ્ધિના બાળકો માટે ‘ઉમંગ ઉત્સવ’માં પ્રતિભા દર્શાવવાની તક : તા. ૩૦ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી


જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) દિવ્યાંગ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા તેમજ સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા સહિત રાજ્યની પરંપરાગત કળાના અમૂલ્ય વારસાથી તેમને પરિચિત અને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઉમંગ ઉત્સવ ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉત્સવ અંતર્ગત સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રે ૦૭ થી ૧૨ વર્ષ સુધીના દિવ્યાંગ (વિકલાંગ) બાળકો તેમજ ૦૭ થી ૧૫ વર્ષ સુધીના મંદબુદ્ધિના બાળકો સીધી જ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને પોતાની કલાને વધુ નિખારવા માટે રાજ્ય કક્ષાની તાલીમ આપવામાં આવશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક પૂરી પાડવામાં આવશે.

‘ઉમંગ ઉત્સવ’માં ભાગ લેવા ઇચ્છતી સંસ્થાઓએ નિયત પ્રવેશપત્રમાં કલાકારની જન્મતારીખ દર્શાવતી યાદી તેમજ કૃતિની વિગતો સાથેની અરજી પ્રદેશ કક્ષાના આયોજક જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે મોકલવાની રહેશે. (સંપર્ક નંબર ૦૨૮૧ ૨૪૪૦૦૮૧) અરજી કરવાની છેલ્લી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ છે.

જૂનાગઢ જિલ્લાના સંસ્થાઓ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૧/૯, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે સંપર્ક કરી શકશે. તેમજ જૂનાગઢ જિલ્લા કચેરીના ફોન નં. ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકાશે.તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande