
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર એરપોર્ટ પર સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો છે, જ્યાં રિલાયન્સ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવા માટે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી ધોની સાથે અને જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.
આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે સાઉથ ફિલ્મોના ખ્યાતનામ દિગ્દર્શક એટલી કુમાર, પોતાની પત્ની સાથે તેમજ સાનિયા કપૂર સહિતની અનેક દિગ્ગજ હસ્તીઓ પણ જામનગર આવી પહોંચી હતી. એરપોર્ટ પર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ હસ્તીઓ એક વિશાળ કારના કાફલા સાથે સીધા રિલાયન્સ ગ્રીન્સ જવા માટે રવાના થઈ હતી.
રિલાયન્સ ગ્રીન્સ ખાતે પહોંચીને આ તમામ સેલિબ્રિટીઓએ નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર સહભાગી થઈને જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. હાલ સમગ્ર જામનગર નવરાત્રીના રંગે રંગાઈ ગયું છે, ત્યારે બોલિવૂડ અને ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓની સતત અવરજવરથી શહેરમાં એક અદભુત અને રોમાંચક માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt