ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ, 5 લોકોના મોત
કંપનીને ક્લોઝર આપી તમામ પ્રક્રિયાઓ બંધ કરવા આદેશ કરાયા - બ્લાસ્ટમાં 500 મીટર સુધી હાઈડ્રોજનરેટર અને રિએક્ટરના ભારે વજનદાર ટુકડા ફંગોળાયા - આસપાસની કંપનીઓના કાચ તૂટ્યા ઘટનામાં 5 લોકોના મોત જ્યારે 5 ઇજાગ્રસ્ત ભરૂચ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ જિલ
ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ


ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ


ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ


ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ


ભરૂચ જિલ્લાની સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવ


- કંપનીને ક્લોઝર આપી તમામ પ્રક્રિયાઓ બંધ કરવા આદેશ કરાયા

- બ્લાસ્ટમાં 500 મીટર સુધી હાઈડ્રોજનરેટર અને રિએક્ટરના ભારે વજનદાર ટુકડા ફંગોળાયા

- આસપાસની કંપનીઓના કાચ તૂટ્યા ઘટનામાં 5 લોકોના મોત જ્યારે 5 ઇજાગ્રસ્ત

ભરૂચ, 17 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય પાંચ કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. કંપનીના પ્લાન્ટમાં હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે પ્લાન્ટમાં મશીનરીના વિવિધ ભાગો વેરવિખેર થઈ ગયા હોવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં છે. દુર્ઘટના સમયે કંપનીમાં આશરે 20 કામદારો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટની ઘટનામાં પાંચ કામદારોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 5 કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સાયખા જીઆઇડીસીમાં સિન્ઝીલ ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટનો બનાવમાં પાંચ જેટલા મૃતકોની યાદી સુત્રોમાંથી આવી છે - જેમાં ભાવિક વસાવા, અર્જુન કુમાર, અનિકેત કુમાર, જયદીપ પટેલ અને વૃંદ તળાવિયા જ્યારે પાંચ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં પ્રિયાંશુ કુમાર, પવન કુમાર, પ્રતીક પ્રજાપતિ, મોસમ કુમાર અને શિવ દયાલના નામ આવ્યા છે જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અને બ્લાસ્ટનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો, ઔદ્યોગિક સલામતીનાં નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં અને પ્લાન્ટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સિન્ઝીલ ફાર્માકેમ કંપની મે-જૂન મહિનામાં જ કાર્યરત થઈ હતી. દુર્ઘટના બાદ સંબંધિત તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત માટે જવાબદાર પરિબળો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

સાયખા જીઆઈડીસીમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સલામતીનાં પગલાં અને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન લેવાતી સાવચેતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને બ્લાસ્ટનાં ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande