સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ હેતુ રિસર્ચ ડિસ્કશન કમિટીનું સફળતાપૂર્વક આયોજન
ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાની પ્રેરણા અને માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-૨૦૨૬માં પીએચ.ડી. પ્રવેશ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં પીએચ.ડી. પ્રવેશ હેતુ


ગીર સોમનાથ, 17 ઓક્ટોબર (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાની પ્રેરણા અને માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-૨૦૨૬માં પીએચ.ડી. પ્રવેશ હેતુ પુનઃ Research Discussion Committee (RDC)નું આયોજન તા.17 ઓકટોબર 2026ના રોજ પરિસરના ત્રિવેણી પ્રાશાસનિક ભવનના સુધર્મા હોલમાં Online/Offline માધ્યમથી કર્યું. કુલ 18 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ, યુનિવર્સિટી સંચાલિત કૉલેજના પ્રધાનાચાર્ય, સાહિત્ય સંકાય અધ્યક્ષ અને સાહિત્યના માર્ગદર્શક એવા ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, બાહ્ય વિષય-નિષ્ણાંતરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના નિવૃત્ત પ્રો.રાજેન્દ્ર ચોટલીયા તથા મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ કૉલેજ, ભાવનગરના એસો.પ્રો. જયવંતસિંહ ગોહિલ, અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ અને સાહિત્ય/દર્શનશાસ્ત્રના માર્ગદર્શક એવા ડૉ. મહેશકુમાર મેતરા, અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના નિર્દેશક અને વ્યાકરણના માર્ગદર્શક પ્રો. વિનોદ કુમાર ઝા અને વ્યાકરણ ફેકલ્ટીના ડીન શ્રી બિપીનભાઈ જોષી, દર્શન ફેકલ્ટીના ડીન ડૉ. સાગર આચાર્ય, સાહિત્યના માર્ગદર્શક ડૉ. રામકુમારી, ડૉ. પ્રિયંકા દ્વિવેદી, વેદ વિષયના માર્ગદર્શક ડૉ.રાહુલ કુમાર ઝા, ડૉ. હેમન્તભાઈ પટેલ, વ્યાકરણના માર્ગદર્શક ડૉ. સ્વામી યોગેશ્વરદાસજી, પુરાણ સંકાય અધ્યક્ષ અને માર્ગદર્શક ડૉ. આશા માઢક, ડૉ. કિરણ ડામોર, દર્શનશાસ્ત્રના માર્ગદર્શક ડૉ. જાનકીશરણ આચાર્ય સહિત અન્ય માર્ગદર્શકો પણ ઓનલાઈન/ઓફલાઈન માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમગ્ર આયોજનમાં સભ્યસચિવ અને સાહિત્યના માર્ગદર્શક તરીકે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા અને સહાયક તરીકે ડૉ. રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande