સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરીઓનું યોગાસનમાં શાનદાર પ્રદર્શન, સાત મેડલ જીતી વધાર્યું ગામનું ગૌરવ
પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.)સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત સંડેર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગામનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં દીકરીઓએ કુલ સાત મેડલ જીતી પોતાની પ્રતિભાનો પરિચય આપ્
સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરીઓનું યોગાસનમાં શાનદાર પ્રદર્શન, સાત મેડલ જીતી વધાર્યું ગામનું ગૌરવ


સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરીઓનું યોગાસનમાં શાનદાર પ્રદર્શન, સાત મેડલ જીતી વધાર્યું ગામનું ગૌરવ


પાટણ, 17 ઓક્ટોબર (હિ.સ.)સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની દીકરીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત સંડેર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગામનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં દીકરીઓએ કુલ સાત મેડલ જીતી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમની આ સફળતાથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. યોગાસન સ્પર્ધામાં વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દીકરીઓએ પોતાની મહેનત અને કૌશલ્ય સાબિત કર્યું હતું.

અંડર-17 વિભાગમાં ઠાકોર રોશનીએ રિધમિક યોગાસનમાં ગોલ્ડ મેડલ અને વ્યક્તિગત યોગાસનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઠાકોર મિત્તલે વ્યક્તિગત યોગાસન તથા આર્ટિસ્ટિક યોગાસન બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી બેવડી સફળતા મેળવી હતી. જ્યારે ઠાકોર આરતીએ આર્ટિસ્ટિક યોગાસનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અંડર-14 વિભાગમાં ઠાકોર પાયલે રિધમિક યોગાસનમાં બ્રોન્ઝ મેડલ અને ઠાકોર જીનલે વ્યક્તિગત યોગાસનમાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની પ્રતિભા દર્શાવી હતી.

આ તમામ દીકરીઓને કોચ કેસુભા ગોહિલ દ્વારા યોગાસનની તાલીમ આપવામાં આવી હતી. તેમની મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ અને કોચના માર્ગદર્શનના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓને ગ્રામજનો અને રમતગમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ આગામી રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં પણ તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વધુ મેડલ મેળવે અને સાંપ્રા ગામ તથા પાટણ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande