પોરબંદર જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બે ભોજન વિતરણ કેન્દ્રો થયા કાર્યરત.
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.)રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતેથી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 101 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવવામાં આવ્યો. આ અંતર્ગત
પોરબંદર  જિલ્લામાં  શ્રમિક  અન્નપૂર્ણા  યોજના અંતર્ગત  બે  ભોજન  વિતરણ  કેન્દ્રો  થયા કાર્યરત.

પોરબંદર  જિલ્લામાં  શ્રમિક  અન્નપૂર્ણા  યોજના અંતર્ગત  બે  ભોજન  વિતરણ  કેન્દ્રો  થયા કાર્યરત.

પોરબંદર  જિલ્લામાં  શ્રમિક  અન્નપૂર્ણા  યોજના અંતર્ગત  બે  ભોજન  વિતરણ  કેન્દ્રો  થયા કાર્યરત.

પોરબંદર  જિલ્લામાં  શ્રમિક  અન્નપૂર્ણા  યોજના અંતર્ગત  બે  ભોજન  વિતરણ  કેન્દ્રો  થયા કાર્યરત.

પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.)રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતેથી સેવા સંકલ્પ

અભિયાન અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 101 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ

કરાવવામાં આવ્યો. આ અંતર્ગત પોરબંદર જિલ્લામાં કુંભારવાડા અને પ્રભુતુહી કડિયાનાકા

એમ બે સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ

શ્રમિકો તથા તેમના પરિવારજનોને માત્ર રૂ. 5ના નજીવા દરે પૌષ્ટિક અને ભરપૂર ભોજન

ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાંધકામ શ્રમિકોને ભોજનમાં વિવિધતા અને

મીઠાશનો સ્વાદ મળી રહે તે માટે અઠવાડિયામાં એક વખત સુખડી જેવા મિષ્ટાન્નનો પણ

સમાવેશ કરવામાં આવે છે.

આ યોજના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને

નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવી તેમની પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ

આર્થિક રીતે રાહત પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી રહી છે. પોરબંદર ખાતે

યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં કોર્પોરેટર રેખાબેન પોસતરીયા, આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર ચિંતન ભટ્ટ

અને એમની ટીમ તેમજ પ્રોજેક્ટ મેનેજર રવિભાઈ મકવાણા અને એમની ટીમ અને બહોળી

સંખ્યામાં બાંધકામ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande