જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લા
જૂનાગઢ જિલ્લા કલેક્ટર  યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની


જુનાગઢ 17 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં પ્રજાકીય પ્રશ્નોના હકારાત્મક નિવારણ અર્થે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોને લગતા પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કામગીરી અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે સંબંધિત વિભાગો વચ્ચે જરૂરી સંકલન જાળવી, પ્રજાલક્ષી પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જમીન સંબંધિત વિવિધ પ્રશ્નો જેવા કે જમીનની માપણી, હદ નિર્ધારણ, પ્રોપર્ટી કાર્ડ ઉપરાંત વીજળી, રસ્તાઓ, માર્ગ અને મકાન વિભાગને લગતા કામો તથા પ્રવાસન વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર માર્ગો પર દબાણ દૂર કરવા અને પીવાના પાણી સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીશ્રીઓએ પ્રશ્નોના નિવારણ અર્થે જરૂરી પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને તેના યોગ્ય ઉકેલ માટે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ અને પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande