ખોખરાના ફ્લેટમાં એકલા રહેલા વૃદ્ધ મહિલાની હત્યા, સૂટકેસમાં ભરવાનો કર્યો પ્રયાસ
અમદાવાદ, 19 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં ખોખરા વિસ્તારમાં આવેલા જીવનરક્ષક ફ્લેટ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. લક્ષ્મી ડાભી નામની મહિલાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. હત્યા બાદ મૃતદેહને સૂટ
ખોખરાના ફ્લેટમાં એકલા રહેલા વૃદ્ધ મહિલાની હત્યા, સૂટકેસમાં ભરવાનો કર્યો પ્રયાસ


અમદાવાદ, 19 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં ખોખરા વિસ્તારમાં આવેલા જીવનરક્ષક ફ્લેટ મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે.

લક્ષ્મી ડાભી નામની મહિલાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. હત્યા બાદ મૃતદેહને સૂટકેસમાં ભરવાનો પ્રયત્ન કરાયો હોવાનું પોલીસે જણાવ્યુ છે. ખોખરા પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાના જીવનરક્ષા ફલેટના બંધ મકાનમાંથી 60 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અત્યારે દ્વારા મહિલાની લાશને બેગમાં ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જોકે સફળ થયો નહોતો. ખોખરા પોલીસે આરોપીના પકડવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.

ખોખરા કિશ્રચયન સેસાયટી પાસેના જીવનરક્ષા ફ્લેટમાં બીજા માળે રહેતી લક્ષ્મી ડાભી નામની આશરે 60 વર્ષીય મહિલા રહેતાં હતા. તેઓના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં આસપાસના રહીશોને શંકા ગઈ હતી, જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઘર ખોલી અને જ્યારે તપાસ કરી ત્યારે મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશને બેગમાં ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. સાવલિયાએ જણાવ્યું હતું કે લક્ષ્મીબેન એકલા રહેતા હતા. એક ખ્રિસ્તી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2013 માં તેમના પતિનું અવસાન થયું હતું.

તેઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે પણ સંકળાયેલાં હોવાનું જાણવા મળ્યું છે. પાડોશીઓને મકાનમાંથી અસય દુર્ગંધ આવી હતી. ત્રણથી ચાર દિવસ પહેલા હત્યા થયાનું અનુમાન છે. લૂંટનો કોઈ પ્રયાસ કરાયો હોવાના પુરાવા મળ્યા નથી. પોલીસે હત્યાનું કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande