તહેવારોના માહોલ વચ્ચે કચ્છમાં ગૌવંશના માંસની આશંકા : મોટા દિનારામાંથી 20 કિલો જેટલો જથ્થો ઝડપાયો!
ખાવડા પોલીસની કાર્યવાહી, બે શખ્સો પકડાયા જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : તહેવારોના માહોલ વચ્ચે કચ્છના મોટા દિનારા ગામમાંથી ગૌવંશનું હોવાનું આશંકાસ્પદ આશરે 20 કિલો જેટલું માંસ મળી આવતાં ખાવડા પોલીસ દ્વારા કાર
ગૌમાંસ સાથે પકડાયેલા yuvako


- ખાવડા પોલીસની કાર્યવાહી, બે શખ્સો પકડાયા જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ

કચ્છ, 19 ઓક્ટોબર (હિ.સ.) : તહેવારોના માહોલ વચ્ચે કચ્છના મોટા દિનારા ગામમાંથી ગૌવંશનું હોવાનું આશંકાસ્પદ આશરે 20 કિલો જેટલું માંસ મળી આવતાં ખાવડા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે અન્ય એક શખ્સને પકડવાનો બાકી હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા દિનારા ગામમાં ગૌવંશના માંસનો જથ્થો હોવાની માહિતીના આધારે ખાવડા પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આશરે 20 કિલો જેટલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ માંસ ગૌવંશનું હોવાનું જણાવાયું છે. જોકે, તેની ચોક્કસ ઓળખ અને અન્ય સંબંધિત વિગતો તપાસના આધારે સ્પષ્ટ થશે.

પોલીસે આ મામલે મોટા દિનારા ગામના અકરમ અબ્દુલરહીમ સમા અને નિજામ સાલે સમાની અટકાયત કરી હોવાનું જણાવાયું છે. જ્યારે આ જ કેસમાં સીધીક ભચા સમા નામના અન્ય એક શખ્સને પકડવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બાકી આરોપીને ઝડપી પાડવા સહિત સમગ્ર ઘટનાની કડીઓ મેળવવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ કાર્યવાહી ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ. ડાભી, એ.એસ.આઇ. રવજીભાઈ જે. સાંબડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ જે. પરમાર, ભરતભાઈ વી. ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ આઈ. જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, નારણસંગ ઝાલા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન સોલંકી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande