અમદાવાદના ભાડજ મંદિર ખાતે 60 ફૂટ ઊંચા રાવણ દહનની તડામાર તૈયારીઓ, મંગળવારે વિજયાદશમીનું પર્વ
અમદાવાદ, 19 ઓકટોબર (હિ.સ.) : દેશભરમાં આવતીકાલે મંગળવારે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવશે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન અને નવચંડી હવનના કાર્યકર્મો યોજાશે. અમદાવાદમાં પણ સાબરમતી રેલવે કોલોની ખાતે 25 થી વધુ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ યોજવામા આવે છે. દર વર્ષન
Preparations in full swing for burning of 60 feet tall Ravana at Bhadaj Temple in Ahmedabad


Preparations in full swing for burning of 60 feet tall Ravana at Bhadaj Temple in Ahmedabad


Preparations in full swing for burning of 60 feet tall Ravana at Bhadaj Temple in Ahmedabad


અમદાવાદ, 19 ઓકટોબર (હિ.સ.) : દેશભરમાં આવતીકાલે મંગળવારે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવશે. ઠેર ઠેર શસ્ત્ર પૂજન અને નવચંડી હવનના કાર્યકર્મો યોજાશે. અમદાવાદમાં પણ સાબરમતી રેલવે કોલોની ખાતે 25 થી વધુ વર્ષથી રાવણ દહન કાર્યક્રમ યોજવામા આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિર ખાતે છેલ્લા 11 વર્ષથી વિજયાદશમી નિમિત્તે 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં દશેરા નિમિત્તે રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં આવેલા ભડાજ ખાતેના હરે કૃષ્ણ મંદિર ખાતે છેલ્લા 40 દિવસથી રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે ભાડાજ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે સાંજે સાત વાગે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મંદિર દ્વારા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે.

રાવણ દહન સાથે મેઘનાથ અને કુંભકરણના પૂતળા દહન પણ યોજાવાનું છે. રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવવામાં આવશે, જેમાં અંદાજે 10 હજરથી વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. અસત્ય પર સત્યના વિજયની ઉજવણીની તૈયારીઓ જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન માટે વિશાલ પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાડજ મંદિરના પ્રભુજી શ્યામચરણ દાસના જણાવ્યા અનુસાર છેલ્લા 11 વર્ષની ભાડજ મંદિર ખાતે રાવણ દહન કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન માટે વિશાલ પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાડ જ મંદિરના પ્રભુજી શ્યામચરણ દાસના જણાવ્યા અનુસાર છેલ્લા 11 વર્ષની ભાડજ મંદિર ખાતે રાવણ દહન કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે.

જેમાં પ્રથમ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો જોડાયા છે.

આ વર્ષે વિશેષ આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ તો રામચરિતમાનસ અને રામાયણની ધાર્મિક માન્યતાઓ જણાવ્યા અનુસાર, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે આશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ લંકા પર વિજય મેળવી રાવણનો વધ કર્યો હતો. ત્યારથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

આ પર્વ બુરાઈ પર અચ્છાઈ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જે આ વર્ષ 2026માં દશેરાના દિવસે રાવણ દહન આવતીકાલે 20 ઓક્ટોબરે યોજશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande