જામનગરમાં દશેરાના દિવસે, જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરી કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં વિજયાદશમી (દશેરા)ના પવિત્ર તહેવાર પર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરો અને આગેવા
જામનગરમાં જ્ઞાનેશકુમારના પુતળાનું દહન


જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરમાં વિજયાદશમી (દશેરા)ના પવિત્ર તહેવાર પર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરો અને આગેવાનોએ જ્ઞાનેશ કુમારના પૂતળાનું દહન કરી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકશાહી તેમજ સંવિધાનની રક્ષા માટે પોતાના અવાજને બુલંદ કર્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની લોકશાહી સામે મોટો ખતરો ઊભો થયો છે. દેશમાં વોટ ચોરી થઈ રહી છે અને સામાન્ય જનતાના બંધારણીય અધિકારો છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી દેશના યુવાનો લોકતંત્ર અને પોતાના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવી રહ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ગંભીર મુદ્દા પર દેશભરમાં અવાજ ઉઠાવ્યો છે. ભાજપની સરકાર બનાવવા પાછળ જ્ઞાનેશ કુમારે વોટ ચોરી કરાવીને મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ મૂક્યો હતો. દેશની જનતાનો મતાધિકાર અને દેશનું સંવિધાન સુરક્ષિત રહે તે હેતુથી જ આ પૂતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંતમાં, દિગુભા જાડેજાએ જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની મજબૂત માંગણી કરી હતી. સાથે જ તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો દેશમાં સંવિધાન અને લોકતંત્રનું અસ્તિત્વ જોખમમાં મુકાશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ આંદોલનને વધુ સઘન અને તેજ બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande