જામનગરમાં ભવ્ય વિજયાદશમી પર્વ: 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન, હજારો નાગરિકો સાક્ષી બન્યા
અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન રાવણ દહન સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુંજ્યા ''જય શ્રીરામ''ના નારા જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વે આતશબાજી અને ''જય શ્રીરામ''ના નારાઓ વચ્ચે 35 ફૂટ ઊંચા રાવણ
જામનગરમાં રાવણ દહન સાથે દશેરા પર્વની ઉજવણી


- અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન રાવણ દહન સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુંજ્યા 'જય શ્રીરામ'ના નારા

જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીના પર્વે આતશબાજી અને 'જય શ્રીરામ'ના નારાઓ વચ્ચે 35 ફૂટ ઊંચા રાવણ તથા કુંભકર્ણ-મેઘનાદના પૂતળાઓનું ભવ્ય દહન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના આ પવિત્ર અવસરને નિહાળવા માટે શહેરભરમાંથી હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.

જામનગર સિંધી સમાજ દ્વારા, છેલ્લા 60 વર્ષથી આ ભવ્ય પરંપરા અવિરતપણે જાળવવામાં આવી રહી છે. આ વિશેષ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની વર્ષો જૂની ધરોહર અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ અનેક ધાર્મિક આયોજનો થયા હતા.

આ ભવ્ય મહોત્સવ પૂર્વે નાનકપુરી વિસ્તારથી વિવિધ પૌરાણિક પાત્રોની આકર્ષક વેશભૂષા સાથે ભવ્ય રામસવારી કાઢવામાં આવી હતી. આ રામસવારી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિઓ અને હર્ષોલ્લાસ સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ દિવ્ય અવસરે સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, બીનાબેન કોઠારી સહિત સિંધી સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીએ આ પર્વની પ્રાસંગિકતા અને ઉજવણીના ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande