પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમની કાર્યવાહી: 90 કિલો અખાદ્ય ફળોનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો.
પોરબંદર , 23 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી. સી. તીરથાણીની સૂચના અનુસાર શહેરમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાના હેતુથી ફૂડ સેફ્ટી ટીમ તથા સેનિટેશન વિભાગની ટીમ દ્વારા શહેરના યુગાન્ડા રોડ, ફુવાર
પોરબંદર  મહાનગરપાલિકાની  ફૂડ  સેફ્ટી  ટીમની  કાર્યવાહી  90  કિલો  અખાદ્ય  ફળોનો  જથ્થો  જપ્ત  કરી  નાશ  કરાયો.


પોરબંદર  મહાનગરપાલિકાની  ફૂડ  સેફ્ટી  ટીમની  કાર્યવાહી  90  કિલો  અખાદ્ય  ફળોનો  જથ્થો  જપ્ત  કરી  નાશ  કરાયો.


પોરબંદર  મહાનગરપાલિકાની  ફૂડ  સેફ્ટી  ટીમની  કાર્યવાહી  90  કિલો  અખાદ્ય  ફળોનો  જથ્થો  જપ્ત  કરી  નાશ  કરાયો.


પોરબંદર , 23 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી. સી.

તીરથાણીની સૂચના અનુસાર શહેરમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાના

હેતુથી ફૂડ સેફ્ટી ટીમ તથા સેનિટેશન વિભાગની ટીમ દ્વારા શહેરના યુગાન્ડા રોડ, ફુવારા, હોસ્પિટલ રોડ, એસ.ટી. સ્ટેન્ડ સામેનો વિસ્તાર, સુદામા ચોક અને એમ. જી. રોડ સહિતના

વિસ્તારોમાં ફળોના વેપારીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન

વિવિધ વેપારીઓ પાસેથી અતિપાકા, સડેલા, અખાદ્ય, વાસી તથા બિનઆરોગ્યપ્રદ ફળોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં યુગાન્ડા

રોડ પર આવેલી ચામુંડા ફ્રૂટ્સમાંથી જામફળ, અનાનસ, કેળાં અને શેરડીનો 10 કિલો જથ્થો તથા શ્રી રામ ફ્રૂટ્સમાંથી

મોસંબી અને દાડમનો 15 કિલો જથ્થો મળી આવ્યો હતો. હોસ્પિટલ રોડ પર આવેલી તમન્ના

ફ્રૂટ્સમાંથી સફરજન, ડ્રેગન ફ્રૂટ, કેળાં, સીતાફળ, જામફળ, ગુલાબ અને મોસંબીનો 40 કિલો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે

એસ.ટી. સ્ટેન્ડ સામે આવેલી ભાર્ગવી ફ્રૂટ્સ તથા જય ભાદરાઈ માતાજી ફ્રૂટ્સમાંથી

સફરજન અને સીતાફળનો પાંચ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુદામા ચોક

અને એમ.જી. રોડ વિસ્તારના વેપારીઓ પાસેથી સફરજન, જામફળ, સીતાફળ અને સંતરાનો 20 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આમ, મહાનગરપાલિકાની

ફૂડ સેફટી શાખાની ટીમ દ્વારા કુલ 90 કિલો અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ફળોનો

જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનિટેશન વિભાગ દ્વારા

પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ અને વેચાણ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી

હતી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા 11 વેપારીઓ પાસેથી કુલ રૂ. 2,200નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને શહેરમાં

સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના

ઉપયોગ સામે નિયમિત તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓને

ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા તેમજ પ્રતિબંધિત

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande