HNGUની સેમેસ્ટર-5 અને સેમેસ્ટર-3ની પરીક્ષામાં બે દિવસમાં 31 કોપી કેસ નોંધાયા
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ની સ્નાતક સેમેસ્ટર-5 અને અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષાના પ્રથમ બે દિવસમાં કુલ 31 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટ
HNGUની સેમેસ્ટર-5 અને સેમેસ્ટર-3ની પરીક્ષામાં બે દિવસમાં 31 કોપી કેસ નોંધાયા


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ની સ્નાતક સેમેસ્ટર-5 અને અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષાના પ્રથમ બે દિવસમાં કુલ 31 કોપી કેસ નોંધાયા છે. પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાનાં 210 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહેલી આ પરીક્ષામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

યુનિવર્સિટીના કુલપતિ કે. સી. પોરિયાના જણાવ્યા મુજબ, પરીક્ષાના પ્રથમ દિવસે 23 અને બીજા દિવસે 8 કોપી કેસ સામે આવ્યા હતા. ગેરરીતિઓ પર નજર રાખવા માટે યુનિવર્સિટી દ્વારા છ જિલ્લાઓમાં 22 રૂટ પર ઓબ્ઝર્વર ટીમો તહેનાત કરવામાં આવી હતી. આ ટીમોએ મહેસાણા અને પાટણ સહિતના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અચાનક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી ચબરખીઓ અને ડિજિટલ ગેજેટ્સ મળી આવતાં તેમની સામે કોપી કેસ નોંધવામાં આવ્યા છે. કુલ 31 વિદ્યાર્થીઓ સામે નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીની ઓબ્ઝર્વર ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવતાં પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિઓ અટકાવવા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande