પરવડી શાળામાં શિક્ષકની અનોખી પહેલ, નકલી બજાર દ્વારા બાળકોને ગણિત સાથે વ્યવહારુ જ્ઞાન
ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની પી.એમ. શ્રી પરવડી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે માટે શિક્ષક પરેશભાઈ હિરાણી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. નકલી બજારની પ્રવૃત્તિ દ્વારા બાળકોન
શિક્ષક દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની પી.એમ. શ્રી પરવડી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવહારુ જ્ઞાન મળે તે માટે શિક્ષક પરેશભાઈ હિરાણી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. નકલી બજારની પ્રવૃત્તિ દ્વારા બાળકોને ગણિત સાથે રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવું શિક્ષણ આપવામાં આવે છે.

આ પ્રવૃત્તિ અંતર્ગત શાળામાં અલગ-અલગ સ્ટોલ તૈયાર કરવામાં આવે છે. તેમાં સ્ટેશનરી સહિતની વિવિધ વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવે છે. વિદ્યાર્થીઓ વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી ખરીદી-વેચાણ કરે છે. આ માટે વાસ્તવિક નાણાંને બદલે નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રવૃત્તિથી બાળકોને વસ્તુઓના ભાવ સમજવા, પૈસાની ગણતરી કરવા અને લેવડદેવડ શીખવાની તક મળે છે. જો કોઈ વસ્તુની કિંમત 65 રૂપિયા હોય અને ગ્રાહક 100 રૂપિયાની નોટ આપે, તો કેટલા રૂપિયા પરત આપવાના થાય તેની ગણતરી વિદ્યાર્થીઓ જાતે કરે છે. આ રીતે સરવાળા, બાદબાકી અને ગણિતના દાખલાઓ સરળતાથી શીખે છે.

આ ઉપરાંત બાળકોમાં સંવાદ કૌશલ્ય, નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. પરેશભાઈ હિરાણીની આ પહેલથી વિદ્યાર્થીઓ રમતાં-રમતાં શીખે છે અને પુસ્તકમાં મેળવેલા જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરતાં થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande