કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા 124મી શિબિરના તાલીમાર્થીઓની મિલિટરી સ્ટેશનની લીધી મુલાકાત
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ૧૨૪મી શિબિર અંતર્ગત ૧૩ કોલેજોના ૬૨ વિધાર્થીઓ અને ૦૪ વોલેન્ટિયર્સએ મોટા ચિલોડા, ગાંધીનગર સ્થિત મિલિટરી સ્ટેશનની મુલાકાત લઈને ભારતીય સેનાની કામગીરી, શિસ્ત, સાહસ, નેતૃત્વ અને રા
મિલિટરી સ્ટેશન


મિલિટરી સ્ટેશન


ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ૧૨૪મી શિબિર અંતર્ગત ૧૩ કોલેજોના ૬૨ વિધાર્થીઓ અને ૦૪ વોલેન્ટિયર્સએ મોટા ચિલોડા, ગાંધીનગર સ્થિત મિલિટરી સ્ટેશનની મુલાકાત લઈને ભારતીય સેનાની કામગીરી, શિસ્ત, સાહસ, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

મુલાકાત દરમિયાન ૮૫ ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસર દિનેશ યાદવ સાહેબે વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, “તમે સૈનિક બનો કે ન બનો, પરંતુ એક સારા નાગરિક જરૂર બનજો, કારણ કે એક સારો નાગરિક પણ એક સૈનિક બરાબર છે.” સાથે કર્નલ મનસુર સાહેબ દ્વારા રોકેટ લોન્ચર, મોર્ટાર પ્લાટૂન સહિતની વિવિધ સૈન્ય કામગીરી અને સાધનો વિશેને રોચક માહિતી આપી હતી. તેમણે યુવાનોને લાઇવ ડેમો દ્વારા સૈન્યની કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. તેમણે SSB, AFCAT, MCTE, C-DAC જેવી વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સૈન્યમાં જોડાવા માટેની તકો, શારીરિક અને માનસિક સજ્જતા, મસલ મેમરી તેમજ નેતૃત્વના ગુણો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું જ્યારે વિવેકકુમાર શર્મા સાહેબે સૈનિકોના શૌર્ય, બલિદાન, સમર્પણ અને દેશની રક્ષા માટેની અડગ પ્રતિબદ્ધતાને ઉજાગર કરતા “Wall of Honour” વિશે પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માહિતી આપી હતી.

મુલાકાતના આયોજનમાં સ્પ્રેડિંગ સ્માઈલના ફાઉન્ડર નિષ્ઠાબેન ઠાકર દ્વારા સહયોગ સપડાયો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્વયંસેવક ધ્રુવ રાજગુરુએ સર્વ વિદ્યાલય વતી ભારતીય સેનાના અધિકારીઓ તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.વિદ્યાર્થીઓએ સન્માનપૂર્વક સલામી અર્પણ કરીને દેશની સુરક્ષા માટે સમર્પિત ભારતીય સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande