ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા નશા મુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય રમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત MY Bharatના સહયોગથી અડાલજ સ્થિત હાર્ટફૂલનેસ સેન્ટર, ગાંધીનગર ખાતે નશા મુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ
નશા મુક્ત ભારત


નશા મુક્ત ભારત


નશા મુક્ત ભારત


ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય રમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત MY Bharatના સહયોગથી અડાલજ સ્થિત હાર્ટફૂલનેસ સેન્ટર, ગાંધીનગર ખાતે નશા મુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘નશા મુક્ત યુવા, વિકસિત ભારત' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ફિટનેસને પ્રોત્સાહન આપવાનો, પરંપરાગત ભારતીય રમતોને પુનર્જીવિત કરવાનો અને નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત અને કેન્દ્રીય યુવા બાબતો તથા રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આગળ વધારવામાં આવતી ફિટનેસ સંબંધિત પહેલો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવાનોને રમતગમતમાં ભાગ લેવા, ફિટનેસ અપનાવવા અને સક્રિય, શિસ્તબદ્ધ તથા નશામુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરીને આવી પહેલો સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપે છે.

કાર્યક્રમમાં આશરે 300 સહભાગીઓએ ભાગ લીધો હતો. તેમાં બિહાર, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિત પાંચ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાંથી આવેલા યુવાનોનો સમાવેશ થયો હતો. સહભાગીઓને રાજ્યોના આધારે અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા, આથી સમગ્ર કાર્યક્રમમાં ટીમવર્ક, પરસ્પર તાલમેલ અને સ્વસ્થ સ્પર્ધાનો ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. સહભાગીઓએ ઊર્જા, જોશ અને રમતભાવના સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પોતાના સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત સંબોધન અને સામૂહિક વોર્મ-અપ સત્રથી થઈ હતી. ત્યારબાદ પર્વતારોહક અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની બ્રાન્ડ એમ્બેસેડર નિશા કુમારીએ સહભાગીઓને સંબોધિત કર્યા હતા અને નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સહભાગીઓએ તમાકુ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમમાં પરંપરાગત ભારતીય રમતો અને મનોરંજક ફિટનેસ પ્રવૃત્તિઓ મુખ્ય આકર્ષણ રહી હતી. સહભાગીઓએ લગોરી, ટગ ઑફ વૉર, સૅક રેસ, નશા મુક્ત ભારત' સ્નેક્સ એન્ડ લેડર્સ, ‘નૉક આઉટ નશા' કૅન ટૉસ, 'યૂઝ ફિટનેસ' રિંગ ટૉસ, ફિટ ઇન્ડિયા ફિટનેસ ચેલેન્જ અને પેનલ્ટી શૂટ-આઉટ જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિર્ધારિત પ્રવૃત્તિ ઝોનમાં એકસાથે યોજાયેલી આ રમતોમાં સહભાગીઓએ પોતાની ચપળતા, ઝડપ, સંકલન, ચોકસાઈ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની સાથે નિષ્પક્ષ રમત, પરસ્પર સહયોગ અને રમતભાવના પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી.

SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત MY Bharatના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ દ્વારા નશા મુક્ત યુવા, વિકસિત ભારતના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. પરંપરાગત રમતો, ટીમ આધારિત પડકારો અને ઝુમ્બા દ્વારા યુવાનોની ઊર્જાને સકારાત્મક રમતગમતની પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવી હતી અને તેમને નશાને 'ના' તથા ફિટનેસને 'હા' કહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande