બે શરદપૂર્ણિમાના પાવન અવસરે શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો
તિથિ ક્ષયના સંયોગને કારણે આજે અને આવતીકાલે શરદપૂર્ણિમાની ઉજવણી અંબાજી, 25 ઓક્ટોબર (હિ.સ.) : આરાસુરી અંબા માતાના પાવન ધામ અંબાજીમાં શરદપૂર્ણિમાના પવિત્ર પર્વને લઈને ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તિથિ ક્ષયના સંયોગને કારણે આ વર્ષ
ambaji-ma-shradhhalio-ni-bhid


ambaji-ma-shradhhalio-ni-bhid


ambaji-ma-shradhhalio-ni-bhid


- તિથિ ક્ષયના સંયોગને કારણે આજે અને આવતીકાલે શરદપૂર્ણિમાની ઉજવણી

અંબાજી, 25 ઓક્ટોબર (હિ.સ.) : આરાસુરી અંબા માતાના પાવન ધામ અંબાજીમાં શરદપૂર્ણિમાના પવિત્ર પર્વને લઈને ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તિથિ ક્ષયના સંયોગને કારણે આ વર્ષે આજે રવિવાર, તા. 25 ઓક્ટોબર અને આવતીકાલે પણ શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

રવિવારની રજા અને શરદપૂર્ણિમાના પવિત્ર પર્વનો સંયોગ થતાં સવારથી જ અંબાજી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માતાજીનાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને ભક્તિથી સમગ્ર મંદિર પરિસર ‘જય અંબે’, ‘જય અંબે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. દૂરદૂરથી આવેલા માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.શરદપૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ પાવન પર્વ નિમિત્તે માતાજીનાં દર્શન, પૂજન અને આરાધના માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી ધામમાં વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને માતાજીના જયઘોષથી સમગ્ર યાત્રાધામમાં ધર્મમય માહોલ છવાયો હતો.શરદપૂર્ણિમાના અવસરે આજે રાત્રે 12 વાગ્યે દૂધ-પૌઆના ધાર્મિક મહત્ત્વ સાથે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવનાર છે. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા અને મા અંબાના આશીર્વાદ મેળવવા ભક્તોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજે શરદપૂર્ણિમા નિમિત્તે અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતી સવારે 6 વાગ્યે કરવામાં આવી હતી. આજે અને આવતીકાલે બંને દિવસે શરદપૂર્ણિમાના પર્વને લઈને અંબાજી ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને માતાજીની આરાધનાનો દિવ્ય માહોલ જોવા મળી રહ્યો છે.મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા માઈભક્તો સાથે અંબાજી ધામ જાણે ‘જય અંબે’ના નાદમાં ભક્તિમય બની ગયું છે. શરદપૂર્ણિમાના આ પાવન અવસરે સમગ્ર યાત્રાધામમાં આસ્થા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande