
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી શહેરના સૂર્યા ગાર્ડન ખાતે વોર્ડ નંબર-1ના બૂથ નંબર-194 પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ યુવા મિત્રો સાથે ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના વિચારો અને પ્રેરણાદાયી સંદેશને સાંભળ્યો હતો.
‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના નાગરિકો સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધે છે. આ કાર્યક્રમમાં દેશના વિકાસ, સામાજિક પરિવર્તન, નવીન પહેલ, યુવાનોની ભૂમિકા અને દેશને પ્રગતિના માર્ગે આગળ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવે છે.
અમરેલી ખાતે યોજાયેલા સામૂહિક શ્રવણ કાર્યક્રમમાં યુવા મિત્રોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના વિચારોને સાંભળીને રાષ્ટ્રના વિકાસમાં યુવાશક્તિના યોગદાનનું મહત્વ સમજવાની સાથે નવીન વિચારો અને સકારાત્મક અભિગમ સાથે આગળ વધવાની પ્રેરણા મેળવી હતી.
આવા કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના, સામાજિક જવાબદારી અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. અમરેલીના સૂર્યા ગાર્ડન ખાતે યોજાયેલું આ સામૂહિક શ્રવણ યુવાશક્તિને રાષ્ટ્રના વિકાસ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai