પ્રધાનમંત્રી મોદીએ વાલ્મીકિ જયંતિની શુભેચ્છાઓ પાઠવી, સુભાષિતમ્ માં માતા સીતાનો પ્રસંગ શેર કર્યો
નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે મહર્ષિ વાલ્મીકિનું પુણ્ય સ્મરણ કર્યું. પ્રધાનમંત્રીએ તેમની જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે સુભાષિતમ્ માં મા સીતાનો પ્રસંગ પણ શેર કર્યો. એવી માન્યતા છે કે, જ્યારે માત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે મહર્ષિ વાલ્મીકિનું પુણ્ય સ્મરણ કર્યું. પ્રધાનમંત્રીએ તેમની જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે સુભાષિતમ્ માં મા સીતાનો પ્રસંગ પણ શેર કર્યો. એવી માન્યતા છે કે, જ્યારે માતા સીતાને વનમાં છોડી દેવામાં આવે છે, ત્યારે મહર્ષિ વાલ્મીકિ જ પોતાની કુટિરમાં તેમને સંરક્ષણ આપે છે. આ સાથે લવ-કુશને રામકથા ગાન શીખવે છે.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ''આપ સૌને મહર્ષિ વાલ્મીકિ જયંતિની અસીમ શુભેચ્છાઓ. તેમના સદ્વિચારો ભારતીય સંસ્કૃતિ અને વારસાના મૂળ તત્વો રહ્યા છે, જે દરેક યુગમાં રાષ્ટ્રને પુષ્પિત-પલ્લવિત કરતા રહેશે. માનવતા માટેના તેમના અનમોલ સંદેશાઓ દેશવાસીઓ માટે હંમેશા પથ-પ્રદર્શક બની રહેશે.''

તેમણે આ અવસરે સુભાષિતમ્ ના રૂપમાં આ શ્લોક શેર કર્યો.

'तामभ्यगच्छद्रुदितप्रवादात्कविः कुशेध्माहरणाय यातः।निषादविद्धाण्डजदर्शनोत्थः श्लोकत्वमापद्यत यस्य शोकः॥'

આ મહાકવિ કાલિદાસ રચિત 'રઘુવંશમ્' મહાકાવ્યના ચતુર્દશ સર્ગ (14મા સર્ગ)નો 70મો શ્લોક છે. તેનો ભાવ એ છે કે જ્યારે લક્ષ્મણજી માતા સીતાને વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે વનમાં છોડીને ચાલ્યા જાય છે, ત્યારે રડતા સીતાજી પાસે મહર્ષિ વાલ્મીકિ આવે છે. આ શ્લોક તે જ પ્રસંગમાં મહર્ષિ વાલ્મીકિ (આદિકવિ)ના આગમન અને તેમના શ્લોકની ઉત્પત્તિ (રામાયણના પ્રારંભ)ને દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande