ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં માર્ગ અકસ્માત, ચારના મોત, આઠ ઘાયલ
ફિરોઝાબાદ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છટનપુર ગામમાં રવિવારે મોડી રાત્રે ટેશુ-ઝિઝિયાના લગ્ન પછી વિસર્જન માટે જઈ રહેલા ગ્રામજનોને એક તેજ રફ્તાર કારે ટક્કર મારી. આ અકસ્માતમાં બે કિશોરીઓ સ
હોસ્પીટલમાં જીલ્લા અધિકારી સાથે પોલીસ


ફિરોઝાબાદ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છટનપુર ગામમાં રવિવારે મોડી રાત્રે ટેશુ-ઝિઝિયાના લગ્ન પછી વિસર્જન માટે જઈ રહેલા ગ્રામજનોને એક તેજ રફ્તાર કારે ટક્કર મારી. આ અકસ્માતમાં બે કિશોરીઓ સહિત ચાર લોકોના મોત થયા. જ્યારે લગભગ 8 લોકો ઘાયલ છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છટનપુર ગામમાં શરદ પૂર્ણિમાના અવસરે ટેશુ-ઝિઝિયાના લગ્ન પછી મોડી રાત્રે રસ્તા કિનારે આવેલા કૂવામાં ગામની છોકરીઓ ટેશુ-ઝિઝિયાનું વિસર્જન કરી રહી હતી. આ દરમિયાન એક તેજ રફ્તાર કારે રસ્તા કિનારે ઉભેલી છોકરીઓ અને ગ્રામજનોને કચડી નાખ્યા. અકસ્માત પછી ડ્રાઈવર કાર લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ગ્રામજનોએ કારનો પીછો કર્યો અને તેને ઘેરીને રોકવાનો પ્રયાસ કર્યો તો કાર ચાલકે ફરી લોકોને ટક્કર મારી. આ પછી ચાલક કાર લઈને ફરી ભાગવા લાગ્યો. ગ્રામજનોએ ઘેરાબંધી કરીને કાર રોકી લીધી અને તેમાં સવાર ચાર લોકોને પકડી લીધા. ગુસ્સે થયેલા ગ્રામજનોએ તેમની મારપીટ કરી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા.

આ તરફ, માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ડોક્ટરે આકાંક્ષા (15), અંજલી (15), દીપિકા (19) અને હરીશ ઉર્ફે સોનુ (25) ને મૃત જાહેર કર્યા. અકસ્માતમાં લગભગ 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ચંદ્રવીર, ઉમાશંકર, ધીરજ, સોનુ, મયંક, પૂજા, મોહિની, સુમન અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. કારમાં દિલ્હી નિવાસી ઇરફાન, ગુફરાન, દેવેશ અને જગદીશ સવાર હતા. તેમને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ સંતોષ કુમાર શર્મા અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક આદિત્ય લાંઘે સહિત અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની સાથે હોસ્પિટલ પહોંચીને પીડિત પરિવારને મદદ અને યોગ્ય સારવારની ખાતરી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટનું કહેવું છે કે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ છે. મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, અકસ્માતમાં બે પુખ્ત વયના અને બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / કૌશલ રાઠોડ / મહેશ પટેરિયા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande