વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં 'ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ફરન્સ'નું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ભારત મંડપમમાં ''ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ફરન્સ (ઈએસટીઆઈસી) 2026''નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન
ભાજપ એ જાહેર કરલો વડાપ્રધાન નો કાર્યક્રમ


નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ભારત મંડપમમાં 'ઉભરતા વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન કોન્ફરન્સ (ઈએસટીઆઈસી) 2026'નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), બાયોટેકનોલોજી, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ઉત્પાદન, હેલ્થકેર, ઊર્જા અને આબોહવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉભરતી ટેકનોલોજીઓ અને ભારતના ઇનોવેશનની પ્રાથમિકતાઓ પર ચર્ચા થશે.

વડાપ્રધાન કાર્યાલય અનુસાર, કોન્ફરન્સનું ઉદ્ઘાટન 27 ઓક્ટોબરે સાંજે 5:30 વાગ્યે થશે. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન આયોજિત થનારી આ કોન્ફરન્સમાં મુખ્ય વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લેશે. કોન્ફરન્સમાં 12 મુખ્ય વિષયગત ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આમાં સંશોધનની પ્રાથમિકતાઓ, રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત કરવા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને વ્યવહારિક ઉપયોગમાં લાવવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ દરમિયાન સ્વદેશી વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ઉભરતી ટેકનોલોજીઓનું પ્રદર્શન કરતી એક વ્યાપક પ્રદર્શન પણ યોજવામાં આવશે. આમાં ડીપ ટેક સાથે સંકળાયેલા લગભગ 150 સ્ટાર્ટઅપ્સના સ્ટોલ હશે, જ્યાં વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીના વિકાસ અને તેના સંભવિત ઉપયોગોનું પ્રદર્શન કરવામાં આવશે. આયોજનમાં વિષયગત વીડિયો, ટેકનોલોજી પ્રદર્શનો, ડોક્યુમેન્ટરીઝ, માહિતી કેન્દ્રો અને ઓગમેન્ટેડ તેમજ વર્ચ્યુઅલ રિયાલિટી સાથે સંકળાયેલા અનુભવો દ્વારા વૈજ્ઞાનિક વિકાસ અને તેના વાસ્તવિક જીવનમાં ઉપયોગને પણ દર્શાવવામાં આવશે.

કોન્ફરન્સની નવી પહેલ હેઠળ ‘ગ્લોબલ કનેક્ટ નેટવર્કિંગ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવશે. આમાં ભારત અને વિદેશની શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ તથા ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા 300 થી વધુ આમંત્રિત સહભાગીઓ સામેલ થશે. આ પહેલનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવું, ઉદ્યોગ અને શિક્ષણ-સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવો તથા પ્રયોગશાળાઓમાં વિકસિત ઇનોવેશન્સને બજાર સુધી પહોંચાડવાના માર્ગો શોધવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande