
રાયપુર, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.) છત્તીસગઢની રાજધાની રાયપુર અને દુર્ગમાં આજે વહેલી સવારે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ, દરોડો પાડ્યો છે. તપાસ એજન્સીની એક ટીમ રાયપુરના પંડરી વિસ્તારના રવિ નગર સ્થિત 'સુશીલ વિલા' બંગલા પર પહોંચી છે, જ્યાં સવારથી જ દસ્તાવેજો અને નાણાકીય પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. વિલાની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઈડીના અધિકારીઓ કમ્પ્યુટર, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારો સંબંધિત કાગળો ચકાસી રહ્યા છે. સત્તાવાર કોર્પોરેટ રેકોર્ડ્સ અનુસાર, આ સરનામે - સુશીલ વિલા, રવિ નગર, પંડરી પર 'લતા ગ્રીનફિલ્ડ્સ એલએલપી' અને 'લતા એગ્રીફિલ્ડ એન્ડ પ્રોડ્યુસિસ એલએલપી' જેવી કંપનીઓ નોંધાયેલી છે. આ સાથે જ દુર્ગમાં પણ ઈડીના દરોડાની જાણકારી છે.
હાલમાં ઈડીની આ કાર્યવાહી કયા મામલા સાથે સંકળાયેલી છે, તેની સત્તાવાર જાણકારી સામે આવી નથી. તપાસના દાયરામાં કોણ લોકો છે અને ટીમને શું મળ્યું છે, તે અંગે પણ હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. કાર્યવાહી સંબંધિત વિસ્તૃત જાણકારીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ