મણિપુરમાં મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગબલ ખોલેનની તળેટીમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ગુપ્તચર અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા. પોલીસે મોડી રાત્રે આપેલી સત્તાવાર
મણિપુરમાં મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત


ઇમ્ફાલ, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગબલ ખોલેનની તળેટીમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ગુપ્તચર અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા. પોલીસે મોડી રાત્રે આપેલી સત્તાવાર માહિતી અનુસાર, આ અભિયાન સીઆરપીએફના એમએન સેક્ટર ક્વિક એક્શન ટીમ (ક્યુએટી) અને રેન્જ ઇમ્ફાલ ક્યુએટી તથા ઇમ્ફાલ પૂર્વના કમાન્ડો દળે સંયુક્ત રીતે ચલાવ્યું હતું.

અભિયાન દરમિયાન, એક એ-1 રાઇફલ, એક .303 એલએમજી, મેગેઝિન સહિત એક 9 એમએમ પિસ્તોલ, બે 12 બોરની ડબલ બેરલ બંદૂકો, ત્રણ 12 બોરની સિંગલ બેરલ બંદૂકો તથા મેગેઝિન સહિત એક સ્થાનિક બનાવટની 9 એમએમ પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડેટોનેટર વિનાના ત્રણ નંબર 36 હેન્ડ ગ્રેનેડ, એક ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, એક એમજી-2 રાઇફલ ગ્રેનેડ, એક પોમ્પી શેલ, ચાર વાયરલેસ રેડિયો સેટ અને એક ચાર્જર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી વિવિધ પ્રકારના દારૂગોળાનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો. જપ્ત કરાયેલા તમામ હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે થૌબલ ડેમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande