
શ્રીનગર, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા અજય દેવગણ કાશ્મીર પહોંચ્યા છે. 'સિંઘમ' ફ્રેન્ચાઇઝીમાં, બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવનાર અજય દેવગણનું સોનમર્ગના 'સિંધ રિસોર્ટ્સ'માં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, રિસોર્ટે જણાવ્યું કે, તેમને અભિનેતાની યજમાની કરીને ખૂબ આનંદ થયો છે. તેમણે આગળ લખ્યું કે, કેટલાક પળો એવા હોય છે, જે કોઈના રોકાણના અનુભવને ખરેખર યાદગાર બનાવી દે છે.
આ પહેલા અજય દેવગણને, લદ્દાખના કારગિલ વિસ્તારમાં 'કાકસર'માં જોવામાં આવ્યા હતા. ત્યાં તેઓ તેમની આગામી ફિલ્મ 'ચૌહાણ'નું શૂટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે 'લશ્કરી ગણવેશ' પહેર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ