
મુંબઈ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન 2 નવેમ્બરના રોજ પોતાનો 61મો જન્મદિવસ ઉજવશે. દર વર્ષે આ ખાસ પ્રસંગે તેના ચાહકો મુંબઈમાં તેના ઘર 'મન્નત' ની બહાર ભેગા થાય છે અને તેની એક ઝલક મેળવવા માટે રાહ જુએ છે. જોકે, આ વખતે ચાહકો નિરાશ થઈ શકે છે. અહેવાલો અનુસાર, શાહરૂખ આ વર્ષે તેના વાર્ષિક જન્મદિવસની ઉજવણી ચાહકો સાથે કરી શકશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે તે પોતાની આગામી ફિલ્મ 'કિંગ' ના શૂટિંગ માટે લંડનમાં રહી શકે છે.
અહેવાલ મુજબ, ફિલ્મ 'કિંગ' નું એક ગીત 2 નવેમ્બરના રોજ શાહરૂખના જન્મદિવસના અવસરે શૂટ થવાનું છે. આવી સ્થિતિમાં અભિનેતા પોતાના વ્યસ્ત સમયપત્રકને કારણે મુંબઈમાં ચાહકોને મળી શકશે નહીં. જો કે, તેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે, ફિલ્મની રજૂઆત પહેલાં તેની સાથે એક ખાસ મુલાકાત થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ ફિલ્મની રજૂઆતના એક દિવસ પહેલા 23 ડિસેમ્બરે થઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ માં, શાહરૂખ ખાન એકદમ અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું શાહરુખનું નવું પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં તેનો એક્શન અવતાર ચર્ચાનો વિષય બન્યો હતો. કિંગ 24 ડિસેમ્બર 2026ના રોજ થિયેટરમાં રજૂ થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર/ લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ