કેબિનેટ: 'પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના' માટે, 7395 કરોડની મંજૂરી
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં પાયાના સ્તરે શાસનને મજબૂત કરવા અને ગામડાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 7,395.55 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ''પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના'' (પીએમ-વીજીએસવાય) ને, મંજૂરી
કેબીનેટ


નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં પાયાના સ્તરે શાસનને મજબૂત કરવા અને ગામડાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 7,395.55 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 'પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના' (પીએમ-વીજીએસવાય) ને, મંજૂરી આપી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે આ પરિયોજનાને મંજૂરી આપી છે. વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે 7,395.55 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 2026-27 થી 2030-31 માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજનાને મંજૂરી આપી છે.

માહિતી અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે 'પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના' (પીએમ-વીજીએસવાય) નામની એક કેન્દ્ર પ્રાયોજિત યોજના (સીએસએસ)ને મંજૂરી આપી છે. આ 'વિકસિત ભારત' ના રાષ્ટ્રીય વિઝન અનુરૂપ, શાસન વ્યવસ્થામાં પરિવર્તન લાવનારી આધુનિક પહેલ છે. આ યોજનાને 2026-27 થી 2030-31 સુધી (એટલે કે 16મા નાણાં પંચના સમયગાળા દરમિયાન) લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 2.55 લાખથી વધુ પંચાયતો અને પરંપરાગત સ્થાનિક સંસ્થાઓના 32 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાભ થશે.

આ યોજનાનો નાણાકીય પ્રભાવ:

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજનાનું કુલ બજેટ 7,395.55 કરોડ રૂપિયા છે, જેમાં કેન્દ્રનો હિસ્સો 4,869.48 કરોડ રૂપિયા અને રાજ્યનો હિસ્સો 2,526.07 કરોડ રૂપિયા છે.

લાભાર્થીઓની સંખ્યા:

2.55 લાખથી વધુ પંચાયતો અને પરંપરાગત સ્થાનિક સંસ્થાઓના લગભગ 32 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયત પદાધિકારીઓ અને અન્ય હિતધારકો આ યોજનાના પ્રત્યક્ષ લાભાર્થી હશે. જાગૃતિ વધારનારા દરેક કાર્યક્રમ સાથે ઓછામાં ઓછા 1 કરોડ નાગરિકો જોડાશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande