મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી ભાજપના ઉમેદવાર બનશે.
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને, મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા એલ. મુરુગનના, મંત્રીપરિષદ અને રાજ્યસભામાંથી રાજીનામાને
હરદીપ પૂરી


નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને, મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા એલ. મુરુગનના, મંત્રીપરિષદ અને રાજ્યસભામાંથી રાજીનામાને કારણે ખાલી પડી હતી. આ બેઠક પર 12 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે.

ભાજપે બુધવારે, સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા માહિતી શેર કરી.

ઉલ્લેખનીય છે કે, પુરીનો ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. તેમનું નામ જેફરી એપસ્ટીન સાથેની તેમની તસવીરોને કારણે વિવાદમાં આવ્યું હતું. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં તેમનું નામ નહોતું.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande