રેલ સંચાલન સુચારુ રાખવા માટે ચક્રવાત અર્ણબની સ્થિતિ પર, સતત નજર રાખવામાં આવી રહી છે: વૈષ્ણવ
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે ચક્રવાત અર્ણબની અસરને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓ સાથે, જમીની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે, રેલવે નેટવર્ક પર 10 સ્થળોએ વૃક્ષો પડવા જેવી નાની અડચણોને તાત્કાલિક દૂર કરવા
નોઘેફલન


નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.) રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે ચક્રવાત અર્ણબની અસરને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓ સાથે, જમીની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે, રેલવે નેટવર્ક પર 10 સ્થળોએ વૃક્ષો પડવા જેવી નાની અડચણોને તાત્કાલિક દૂર કરવામાં આવી છે.

વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું કે, સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેથી ટ્રેનોનું સંચાલન સુરક્ષિત અને સુચારુ રહે.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે યાનમ-કાકીનાડા નજીક ચક્રવાત અર્ણબના ત્રાટકવાને ધ્યાનમાં રાખીને રેલવેએ સુરક્ષાના ઉપાયો તેજ કર્યા છે. ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિ સર્જાવાની આશંકાને જોતા રેલ સંચાલન પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પહેલા, સંભવિત જોખમો ઘટાડવા માટે આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના દરિયાકાંઠાના માર્ગો પર ઘણી ટ્રેનોને સાવચેતીના ભાગરૂપે રદ કરવામાં આવી હતી.

રેલવે અધિકારીઓ અનુસાર, પ્રભાવિત વિસ્તારોમાં સંચાલનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande