ભાવનગર પરા સ્થિત લેવલ ક્રોસિંગ નંબર 218 પર ₹4 કરોડના ખર્ચે નિર્મિત રોડ અંડરબ્રિજ (RUB) જનતા માટે ખુલ્લો મુકાયો
ભાવનગર 29 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા માર્ગ પરિવહનને સુગમ બનાવવા તથા સામાન્ય જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી ભાવનગર પરા સ્થિત લેવલ ક્રોસિંગ નંબર 218 પર આશરે ₹4 કરોડના ખર્ચે રોડ અંડરબ્રિજ (RUB)નું નિર્માણ કરવામાં આવ્યું
ભાવનગર પરા સ્થિત લેવલ ક્રોસિંગ નંબર


ભાવનગર 29 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા માર્ગ પરિવહનને સુગમ બનાવવા તથા સામાન્ય જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી ભાવનગર પરા સ્થિત લેવલ ક્રોસિંગ નંબર 218 પર આશરે ₹4 કરોડના ખર્ચે રોડ અંડરબ્રિજ (RUB)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંડરબ્રિજ શરૂ થવાથી માર્ગ ઉપયોગકર્તાઓને રેલવે ફાટક ખુલવાની રાહ જોવામાંથી રાહત મળશે તેમજ ટ્રેનોની અવરજવર દરમિયાન પણ માર્ગ પરિવહન વધુ સુચારુ રીતે ચાલુ રહી શકશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ ઇજનેર (સમન્વય) ડી. એસ. યાદવની દેખરેખ હેઠળ આ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

તા. 28 ઑક્ટોબર, 2026ના રોજ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ફિતા કાપીને આ અંડરબ્રિજને જનતાના ઉપયોગ માટે ખુલ્લો મૂક્યો હતો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ અંડરબ્રિજ શરૂ થવાથી વાહનચાલકો અને મુસાફરોએ રેલવે ફાટક પર વારંવાર રોકાવાની જરૂરિયાત ઓછી થશે, જેના કારણે મુસાફરીના સમયમાં બચત થશે. સાથે જ, વાહનો લાંબા સમય સુધી ઊભાં રાખવાની અને એન્જિન ચાલુ રાખવાની પરિસ્થિતિમાં ઘટાડો થવાથી ઇંધણની બચત તેમજ વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.

ભાવનગર મંડળ દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસ અને મુસાફર સુવિધાઓના વિસ્તરણની સાથે માર્ગ ઉપયોગકર્તાઓ માટે સુરક્ષિત, સુવિધાજનક અને અવરોધમુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande