રાધનપુરમાં ફૂડ વિભાગના દરોડા: પાણીપુરીમાં સડેલા બટાકા, મીઠાઈમાં વોશિંગ સોડા મળી આવ્યા
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુરમાં ભેળ અને પાણીપુરી ખાધા બાદ કેટલાક નાગરિકોની તબિયત લથડવાના અહેવાલો સામે આવતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. પાણીપુરીની લારીઓ, પકોડી બનાવતા એકમો તેમજ મીઠાઈ-
રાધનપુરમાં ફૂડ વિભાગના દરોડા: પાણીપુરીમાં સડેલા બટાકા, મીઠાઈમાં વોશિંગ સોડા મળી આવ્યા


રાધનપુરમાં ફૂડ વિભાગના દરોડા: પાણીપુરીમાં સડેલા બટાકા, મીઠાઈમાં વોશિંગ સોડા મળી આવ્યા


રાધનપુરમાં ફૂડ વિભાગના દરોડા: પાણીપુરીમાં સડેલા બટાકા, મીઠાઈમાં વોશિંગ સોડા મળી આવ્યા


પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુરમાં ભેળ અને પાણીપુરી ખાધા બાદ કેટલાક નાગરિકોની તબિયત લથડવાના અહેવાલો સામે આવતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. પાણીપુરીની લારીઓ, પકોડી બનાવતા એકમો તેમજ મીઠાઈ-ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પાણીપુરી બનાવતા એકમોમાંથી સડેલા બટાકાનો જથ્થો અને પાણીમાં ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ કૃત્રિમ રંગો મળી આવ્યા હતા. જ્યારે કેટલીક મીઠાઈની દુકાનોમાંથી કપડાં ધોવા માટે વપરાતો વોશિંગ સોડા મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ ઉપરાંત પકોડી બનાવતા એકમોમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ વિતરણ થતું સરકારી માર્કાવાળું મીઠું અને ચણા પણ મળી આવ્યા હતા. સરકારી અનાજનો જથ્થો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર રીતે વપરાયો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

દરોડાની જાણ થતાં કેટલાક વેપારીઓ પોતાની લારીઓ અને દુકાનો બંધ કરીને સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે દંડ, લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande