
ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પોક્સો અધિનિયમ, 2012 વિશે સમજ આપવામાં આવી હતી. બાળકોને જાતીય શોષણથી સુરક્ષિત રાખવા માટે કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ, બાળકોના અધિકારો, ગુડ ટચ-બેડ ટચ, અજાણી વ્યક્તિઓથી સાવચેતી તથા કોઈ અયોગ્ય વર્તન થાય તો માતા-પિતા, શિક્ષક અથવા જવાબદાર વ્યક્તિને તાત્કાલિક જાણ કરવી.
વધુમાં, બાળકોને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા, કોઈપણ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવવા અને જરૂર પડ્યે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098નો સંપર્ક કરવા બાળકોને તેમના કાનૂની અધિકારો વિશે માહિતગાર કરી સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવાનો અને બાળ શોષણ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, પ્રિન્સિપાલ એસ.વી પાટીલ તેમજ શિક્ષક રાકેશભાઈ જોષી તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ