જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ ઘઉં GW-496 બિયારણનું વેચાણ શરૂ
જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા રવી-૨૦૨૬ ઋતુમાં વાવેતર માટે ઘઉં GW-496 (ગીર સાવજ) પ્રમાણિત બિયારણનું વેચાણ તા.૨૮/૧૦/૨૦૨૬ થી વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવીને તેના વ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ ઘઉં GW-496 બિયારણનું વેચાણ શરૂ


જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા રવી-૨૦૨૬ ઋતુમાં વાવેતર માટે ઘઉં GW-496 (ગીર સાવજ) પ્રમાણિત બિયારણનું વેચાણ તા.૨૮/૧૦/૨૦૨૬ થી વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવીને તેના વિતરણ બાદ પણ ઉપલબ્ધ રહેલ જથ્થાનું વેચાણ ચાલુ દિવસો દરમિયાન સવારના ૮:૩૦ થી ૧૨:૦૦ તથા બપોરના ૩:૦૦ થી ૫:૩૦ સુધી સીડ હબ ગોડાઉન, યુનિવર્સિટી ગેટ નંબર-૩, મેગાસિડ, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી કરવામાં આવી રહ્યું છે.

આ બિયારણની જરૂરી ઉપલબ્ધિ હશે ત્યાં સુધી ખેડૂતોની જરૂરિયાત મુજબ ઘઉં GW-496 (પ્રમાણિત કક્ષા) રુ. ૧૪૫૦/- પ્રતિ બેગ (૪૦ કિલો) ના ભાવે મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ફોન નં. ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પર સંપર્ક કરી શકાશે એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande