રાજકોટમાં ઉછીના આપેલા રૂ.2 લાખની વસૂલાત મુદ્દે યુવક પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર આવેલ એસ.કે. ચોક નજીક હાથ ઉછીના લીધેલા 2 લાખ રૂપિયાની વસૂલાત બાબતે એક યુવક પર હુમલો કરી, બોલાચાલી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ
હુમલો


રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર આવેલ એસ.કે. ચોક નજીક હાથ ઉછીના લીધેલા 2 લાખ રૂપિયાની વસૂલાત બાબતે એક યુવક પર હુમલો કરી, બોલાચાલી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પિતા અને તેમના બે પુત્રો સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ ઉપર ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે.ચોક પાસે રહેતા મેહુલ ધનસુખભાઈ ધકાણ એ અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં પોતાના મિત્ર સુરસિંહ ઉર્ફે શૈલુભા ઝાલા પાસેથી બે લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. આ રકમ સુરસિંહે લોન લઈને આપી હતી, જેનો ઉપયોગ સોનાના લે-વેચના વેપારમાં કરવામાં આવ્યો હતો. પરંતુ વેપારમાં નુકસાન થવાને કારણે નાણાં સમયસર પરત ચૂકવી શકાયા ન હતા. છેલ્લા આઠેક મહિનાથી નાણાંની ઉઘરાણી ચાલુ હોવા છતાં સગવડ ન હોવાથી સંપર્ક ટાળવામાં આવી રહ્યો હતો.

28 ઓક્ટોબરના સાંજના સમયે ફરિયાદી પોતાના કામ પરથી પરત ફરી એસ.કે. ચોક પાસે પહોંચ્યા ત્યારે સુરસિંહના પુત્ર ગોપાલે આવીને ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન ગોપાલે શારીરિક હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલે પોતાના પિતા સુરસિંહ અને ભાઈ ઋષિને ફોન કરીને બોલાવી લેતા ત્રણેય જણાએ ભેગા મળીને ગાળાગાળી કરી માથાકૂટ કરી હતી.

ઝઘડા બાદ ત્રણેય આરોપીઓ ફરિયાદીને રિક્ષામાં બેસાડીને જામનગર રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરિયાદીએ નાણાંની ચૂકવણી માટે સમય માગ્યો તેમજ ચેક આપવાની રજૂઆત કરી હતી. જોકે સુરસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને જો નાણાં પરત નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ ગઈકાલે ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પહોંચીને ગોપાલ ઝાલા, સુરસિંહ ઉર્ફે શૈલુભા ઝાલા અને ઋષિ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આંગે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande