સુજાણપુરામાં 50 ઉદ્યોગ સાહસિક બહેનોને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ અપાઈ
મહેસાણા, 29 ઓક્ટોબર (હિ.સ.) બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત 50 ઉદ્યોગસાહસિક બહેનો માટે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનું આયોજ
સુજાણપુરામાં 50 ઉદ્યોગસાહસિક બહેનોને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ અપાઈ


સુજાણપુરામાં 50 ઉદ્યોગસાહસિક બહેનોને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ અપાઈ


મહેસાણા, 29 ઓક્ટોબર (હિ.સ.) બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત 50 ઉદ્યોગસાહસિક બહેનો માટે નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા બજાજ ફિનસર્વ લિમિટેડના CSR સહયોગથી કરવામાં આવ્યું હતું.

તાલીમમાં બહેનોને ડિજિટલ વ્યવહારો, નાણાકીય વ્યવસ્થાપન અને વ્યવસાયના વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ઓફિસર ડૉ. મુકેશભાઈ ઠાકોરે વ્યવસાય માટે જરૂરી દસ્તાવેજો, બ્રાન્ડિંગ, પેકેજિંગ, લોગો, બેનર, ઈ-માર્કેટિંગ અને સરકારી ધિરાણ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

તાલીમના અંતિમ દિવસે બહેનોએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ચણિયાચોળી, હેન્ડીક્રાફ્ટ, મેક્રમે તોરણ, જૂટ બેગ, ઇમિટેશન જ્વેલરી, બંગડીઓ અને સાડીઓ સહિતની વસ્તુઓ રજૂ કરવામાં આવી હતી. ઉત્પાદનોને બજારમાં વધુ સારી ઓળખ મળે અને વેચાણની તકો વધે તે માટે માર્ગદર્શન અપાયું હતું.

સમાપન કાર્યક્રમમાં મહેસાણા લીડ બેંકના FLC રાહુલભાઈ મકવાણા અને બેચરાજી મિશન મંગલમ યોજનાનાં ક્લસ્ટર કો-ઓર્ડિનેટર અંતરબેન ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande