જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સફળતા અને રિલાયન્સ ટાઉનશીપમાં સંગીતનો ભવ્ય જલ્સો : મૈથિલી ઠાકુર મહેફિલ જમાવશે
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે આજે જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સફળતા અને સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સંગીતમય કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સમારોહમાં દેશના જાણીતા લોકગ
મૈથિલી ઠાકુર જામનગર પહોંચ્યા


જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે આજે જિયો પ્લેટફોર્મ્સની ઐતિહાસિક સફળતા અને સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સંગીતમય કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સમારોહમાં દેશના જાણીતા લોકગાયિકા અને કલાકાર મૈથિલી ઠાકુરનું આગમન થયું છે, જેને લઈને સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિયો પ્લેટફોર્મ્સની આ ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે જામનગરના એરપોર્ટ પર મૈથિલી ઠાકુરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રિલાયન્સ ટાઉનશીપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની સંગીતમય પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

લોકગીતો, ભજનો અને પારંપરિક સંગીતના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા મૈથિલી ઠાકુર પોતાના મધુર કંઠે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરશે. આ કાર્યક્રમમાં લોકગીતો અને ભજનોની સુરીલી રમઝટ બોલાવવામાં આવશે, જે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય અને આકર્ષક કલાત્મક અનુભવ સાબિત થશે.

આ ઐતિહાસિક અવસર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજનો થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રામજનો સાથે ખુશીઓ વહેંચવામાં આવી હતી.

નાની ખાવડી, કાનાચીકારી અને દેરાછીકારી જેવા ગામોમાં સામૂહિક ભોજન સમારંભ અને પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને ભોજનનો આનંદ માણ્યો હતો અને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande